મોરબીના લાલપર ગામ નજીક રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત
મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામના ગેટ સામે આવેલ કટ પાસે વાંકાનેર તરફ વળવા બાઈક ઉભુ રાખેલ તે વખતે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ઈજાઓ પહોંચાડી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગોકુલનગર પાછળ સીતારામનગરમા રહેતા અને મજુરી કામ કરતા વિનોદભાઈ બચુભાઈ બરાસરા (ઉ.વ.૨૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -MH-23-AU-9399 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AH-0259 વાળુ લઈને મોરબી શક્તીચેમ્બરથી સરતાનપર રોડ પર જતા હતા ત્યારે મોરબી લાલપર ગામના ગેટ સામે આવેલ કટમાથી રોડ પર ચડી આગળ આવેલ કટ પાસે વાકાનેર તરફ વળવા માટે મોટરસાયકલ કટ પાસે ઉભુ રાખેલ તે વખતે વાકાનેર તરફથી આવતા ટ્રક રજીસ્ટર નંબર MH-23-AU-9399 ના ચાલકે તેનો ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદિના મોટર સાઈકલને પાછળ ઠોકર મારી કમરના ભાગે જમણી બાજુ ગોળાના ભાગે તથા ડાબા પગે પંજા ઉપર ઘુટીમા ફેકચર જેવી ઈજાઓ કરી હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.