મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ત્રણ શખ્સોએ 750 લી. ડીઝલની લુંટ ચલાવી
મોરબી તાલુકાના લાલપ ગામની સામે વિજય ટ્રાન્સપોર્ટ ઓફિસની સામે નેશનલ હાઇવે રોડ ઉપર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવરને છરી બતાવી ડરાવી ગાડીઓની ટાંકીમાંથી આશરે ડીઝલ લીટર -૭૫૦ કિં.રૂ.૬૭,૫૦૦ ના મુદ્દામાલની લુંટ ચલાવી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ સહકાર સોસાયટી શેરી નં -૦૫ ગાયત્રીનગરની બાજુમાં રહેતા સંજયભાઇ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૩૮) એ આરોપી સ્કોર્પિયો ગાડી નં- -જીજે-૧૨- સીજી-૨૨૧૮ વાળીમા આવેલ ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નંબર-GJ-12-CG-2218 વાળીમાં આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ ફરીયાદીની બે ટ્રકના ડ્રાઇવરોને તથા સાહેદ પ્રવિણભાઇ દલસાણીયાની ટ્રકના ડ્રાઇવરને તેમજ સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરોને છરી બતાવી ડરાવી ધમકાવી ગાડીઓની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબાઓમાં ભરી આશરે ડીઝલ લીટર-૭૫૦ કિ.રૂ.૬૭, ૫૦૦/- ના મુદામાલની લુટ કરી નાશી ગયા હતા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.