મોરબીના લાલપર ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ પશ્ચિમ બંગાળથી ઝડપાયો
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનામાથી અપહરણ થયેલ ભોગબનનારને તથા આરોપીને પશ્વિમ બંગાળથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકાના લાલપર ગામની સીમ સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનાની કોલોનીમાંથી આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય શોષણ કરવાના કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવાતા.
અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા તપાસ હાથ ધરતા ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ થી આરોપી પોતાના વતનમા હોવાની બાતમી મળેલ હોય જેથી મોરબી તાલુકા પોલીસની એક ટીમ બનાવી તપાસ અર્થે પશ્ચિમ બંગાળ ખાતે મોકલી પશ્ચિમ બંગાળની લોકલ પોલીસની મદદ થી આ ભોગબનનાર સગીરા તથા આરોપી રણજીત મન્ના કલીપદા મન્ના ઘનશ્યામ મન્ના ઉ.વ.-૨૦ (જન્મ તા.૨૧/૧૧/૨૦૦૪) રહેવાસી રામગામેત્યા ગામ તેરાપરારા, જલપાઇ, પૂર્વ મેદનીપુર નારઘાટ એલ.એસ. વેસ્ટબંગાળ વાળો મળી આવતા આરોપી તથા ભોગબનનાર પશ્રિમ બંગાળ ખાતેથી સહી સલામત હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.