મોરબીના લખધીરપુર રોડ પર કુબેર ટોકીઝ પાસે યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ લખધીરપુર રોડથી સર્વિસ રોડ ઉપર કુબેર ટોકીઝ પાસે આરોપીએ ઓટો રીક્ષા યુવકની ગાડી સામે ઉભી રાખી દેતા યુવકે આરોપીને રીક્ષા ધીમી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલક આરોપીએ યુવકને ગાળો આપી હતી તેમજ અન્ય બે શખ્સોએ પણ આવીને યુવક સાથે ઝપાઝપી કરી અને ત્રણે શખ્સોએ મળી યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર નીલકંઠ સ્કુલની સામે વિશ્વકર્મા સોસાયટી સ્નેહ રેસીડન્સી બ્લોક નં-૪૦૨મા રહેતા જયદીપભાઈ ગોરાભાઈ રાછડીયા (ઉ.વ.૩૫) એ આરોપી રવિભાઈ નીતીનભાઇ સોલંકી (ઉ.વ.૨૭) રહે. મોરબી માધાપર શેરી નં -૧૭ તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાની ફોર વ્હિલ ગાડી લઇને સર્વીસ રોડ ઉપર આવતા હોય ત્યારે આરોપીઓ પોતાની ઓટો રીક્ષા સ્પીડમા ચલાવી એક ટ્રકને ઓવરટેક કરી ફરીયાદીની ગાડી સામે ઉભી રાખી દેતા ફરીયાદીએ તેઓને રીક્ષા ધીમી ચલાવવા કહેતા આરોપી રવિભાઈએ ફરીયાદીને ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા જપાજપી કરી તેમજ આરોપી બે અજાણ્યા ઈસમો પણ આવી ફરીયાદી સાથે જપાજપી કરી ફરીયાદીને પકડી રાખેલ અને આરોપી રવિભાઈએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને આજે પતાવી દેવો છે તેવુ કહી મારી નાખવાના ઇરાદે પોતાની પાસે રહેલ છરીથી ફરીયાદીને પેટના ભાગે છરીનો એક ઘા મારી ગંભીર પ્રકારની ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જયદીપભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી રવિભાઈ નીતીનભાઇ સોલંકી રહે માધપરવાળા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.