મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં કોઈ કારણસર ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ દેવેન્દ્રભાઇ પ્રિતમલાલ અહીરવાલ ઉવ.૨૪ રહે. એલસેરા સીરામીક લખધીરપુર રોડ, મોરબી વાળા લખધિરપુર રોડ ઉપર આવેલ પાણીની કેનાલમા કોઇ કારણોસર ડુબી જતા દેવેન્દ્રભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

