મોરબીના લીલાપર રોડ વોકળાના કાંઠે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે બે પકડાયા
મોરબી શહેરના લીલાપર રોડ ખાતે તૂટેલા નાલાથી આગળ વોકળા કાંઠે દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઉપર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ ગાળવાની સાધન સામગ્રી, દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો, તૈયાર દેશી દારૂ સહિત રૂ.૨૭,૧૦૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે રણજીત દેગામા રહે.લીલાપર રોડ વાળો લીલાપર રોડ ખાતે તૂટેલા નાલા પાસે વોકળાને કાંઠે બાવળની કાંટમાં દેશી દસરૂની ભઠ્ઠી ચલાવતો હોય જે મુજબની બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવાનો ૫૦ લીટર ઠંડો આથો, ૧૦૦લીટર તૈયાર દેશી દારૂ, પતરાના બેરલ ૨ નંગ, ગેસના સિલિન્ડર ૨ નંગ, ચૂલા ૨ નંગ એમ કુલ ૨૭,૧૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી રણજીતભાઈ નાગજીભાઈ દેગામા ઉવ.૨૯ રહે.લીલાપર રોડ રામપીરના મંદિર પાછળ તથા આરોપી મહેન્દ્રભાઈ ગોરધનભાઇ પરમાર ઉવ.૩૯ રહે.હાલ લીલાપર રોડ નિલકમલ સોસાયટી મૂળરહે. અરણીટીંબા તા.વાંકાનેર વાળાને ઝડપી લેવામાં આવ્યા છે.