મોરબીના કુબેરનગરમાં બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત
મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર -૧ માં પોતાના રહેણાંક મકાનમાં બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મનિષભાઇ ઉર્ફે સાગરભાઇ ઘનશ્યામભાઇ મહેતા ઉ.વ.૪૨ રહે. કુબેરનગર-૧ નવલખી રોડ મોરબીવાળા છેલ્લા ત્રણ વર્ષથી હરસ મસાની બીમારી તથા લીવરની બીમારી તથા પીતાશયની બીમારી તેમજ કીડનીમા પાણી ભરાવવાની બીમારીથી કંટાળી ગયેલ હોય જેથી ગત તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ કોઇ પણ સમયે પોતાના ઘરે પોતાની જાતેથી પંખામા દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.