મોરબીના કોયલી કૃષ્ણનગર ગામે મહિલાએ ઝેરી દવા ગટગટાવી
મોરબી: મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામે ઝેરી દવા પી જતા મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સુમનબેન શ્યામભાઇ આદિવાસી ઉ.વ ૨૨ વાળી ગત તા.૨૭/૬/૨૩ ના રોજ કોઇપણ વખતે કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં પ્રવીણભાઇ કાનાભાઇ પટેલની વાડીમાં કોઇપણ કારણોસર ઝેરી દવા પી જતા સરકારી હોસ્પિટલ મોરબીમા અર્ધભાન હાલતમાં સારવારમાં લાવતા દાખલ હતા જેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.