મોરબીના ખેવારીયા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ખેવારીયા ગામે રામજી મંદિર પાસે શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામે રામજી મંદિર પાસે શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા રજનીકાંત ઉર્ફે લાલો હંસરાજભાઇ જોષી રહે. વાવડી રોડ ભગવતી -૦૪ મોરબી, રમેશભાઈ બચુભાઈ કાલરીયા, ગોરધનભાઈ અવચરભાઈ રાજપરા,ભીખુભા બાપુભા જાડેજા, તથા રાજેશભાઈ જેઠાભાઈ પ્રજાપતિ રહે ચારે ખેવારીયા ગામ તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧૨૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.