મોરબી: મોરબી તાલુકાના ખરેડા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામ રામાપીરના મંદિર પાછળ નદીમાં યુવકની લાશ હોવાની જાણ મોરબી ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ત્રણ કલાકની ભારે જેહમત બાદ મનજીભાઈ હકાભાઈ પીપરીયા ઉ.વ.૨૦ વાળા યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

