મોરબીના ખરેડા ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી
મોરબી: મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં વાડીમાં રહેતા યુવકનુ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં દલસુખભાઇ મનજીભાઈ પટેલની વાડીએ રહેતા સુનીલભાઈ અમરસિંગ માનકર ઉ.વ.૨૬ વાળાને ગઇ તા.૨૮/૧૦/૨૩ પોતાની માતાએ ઠપકો આપેલ કે તુ પરીવારનુ ધ્યાન દેતો નથી તારા દિકરાને ત્રણ દિવસથી તાવ આવે છે તેમ છતા સારવારમાં લઇ ગયેલ નથી તેમ કહેતા મરણજનારને લાગી આવતા ગઇ તા.૨૮/૧૦/૨૦૨૩ ના રાત્રીના નવેક વાગ્યે પોતાની જાતે કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી જતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ હોય જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.