મોરબીના કેટલાક વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં આવતીકાલે તા. ૨૩-૦૭-૨૦૨૪ ને મંગળવારના રોજ વીજ પુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે. જેમાં અમતૃ ઇન્ડસ્ટ્રીયલ તથા બેલા ખેતીવાડી સવારે ૯:૦૦ થી બપોરે ૧૧:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ટિટેનિયમ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે ૮:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.