મોરબીના કાશા કોયલી ગામે યુવકને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યો
મોરબી તાલુકાના કાશા કોયલી ગામની સીમમાં ડેમની પાળ ઉપર યુવકની વાડીએ ચાર શખ્સો બેસવા માટે આવેલ ત્યારે બે શખ્સો ફોન પર ગાળો બોલતા યુવકે ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓને સારૂં ન લાગતા યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો તથા લાકડી વડે મારમાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતા મહેશભાઇ ગેલાભાઈ ડંડેચા (ઉ.વ.૩૬) એ આરોપી વિકાસભાઇ મુળજીભાઇ રાણવા રહે-વિજયનગર મોરબી, અનીલભાઇ લાલજીભાઇ પરમાર રહે- હડમતીયા ગામ તા-ટંકારા, ડેનીસ રાઠોડ તથા મયુરસિંહ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીની વાડીએ બેસવા માટે આવેલ તે દરમ્યાન આરોપી અનીલભાઈ તથા મયુરસિંહ પૈસાની લેતી દેતી બાબતે ફોનમાં ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓને સારૂં ન લાગતા તેને ફરીયાદીને ગાળો આપી પેટના ભાગે પાટુ મારતા ઝઘડો કરતા છુટા પાડેલ અને આરોપીઓ જતા રહેલ ત્યારબાદ આરોપીઓએ ફરીયાદીને ફોન કરી કાશા કોયલી ગામના ડેમની પાળ પાસે બોલાવી ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારી તથા લાકડી વડે મારમાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.