Thursday, January 23, 2025

મોરબીના કરોડોના દારૂ પ્રકરણમાં પંજાબના ત્રણ ઠેકેદાર ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી પાસે ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની ૬૧,૧૫૨ બોટલ દારૂ મળી આવ્યો હતો: માત્ર ૧૨ બોટલમાં બારકોડ કાઢવાના રહી જતાં સ્ટેટ મોનિટરિંગ સેલ પંજાબ પહોંચી

મોરબી નજીક ઈન્ડસ્ટ્રીઝ એરિયામાંથી તાજેતરમાં જ એક ગોડાઉન પર સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા છાપો મારી દોઢ કરોડની કિંમતનો ૬૧,૧૫૨ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધા બાદ જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂમાંથી માત્ર ૧૨ બોટલમાં જ બારકોડ જોવા મળતા તેના આધારે એસએમસીએ પગેરૂ દબાવી પંજાબ ખાતે છાપો મારી વિદેશી દારૂ સપ્લાય કરનાર ત્રણ ઠેકેદારની ધરપકડ કરી હતી.

આ અંગેની જાણવા મળતી સ્ટેટ મેનેટરીંગ સેલને મળેલી ચોક્કસ માહિતીના આધારે ૧૯ માર્ચના મોરબી-વાંકાનેર હાઈવે પર બાલાપુર ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ એક વેરહાઉસમાં દરોડો પાડી દોઢ કરોડનો વિદેશી દારૂ અને વાહનો મળી બે કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ગોડાઉન મેનેજર અને મજુરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં દારૂનો જથ્થો અમદાવાદના કુખ્યાત બુટલેગર જીમીત પટેલનો હોવાનું બહાર આવ્યું હતું.

સ્ટેટમેનેટરીંગ સેલ દ્વારા કબ્જે લેવાયેલ ૬૧,૧૫૨ બોટલની જીણવટભરી તપાસ કરી ૧૨ બોટલમાં બારકોડ મળી આવ્યા હતાં. જેના આધારે તપાસ કરતા આ વિદેશી દારૂ પંજાબથી ઠેકેદાર દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની સુચના હેઠળ એસએમસીના ડીઆઈજી નિર્લિપ્રરાય સહિતનો કાફલો પંજાબ પહોંચ્યો હતો અને પંજાબ આબકારી વિભાગની મદદથી બારકોડ સ્કેન કરતા લાયસન્સ ધારક અરૂણ કુમાર અને તેના બે મળતિયાઓ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાત સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

બારકોડના આધારે પંજાબના ઠેકેદાર સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે સ્ટેટમોનેટરીંગ સેલ દ્વારા ઠેકેદારોને ગુજરાત પબ્લીશન એકટ હેઠળ બુક કરતા પંજાબમાંથી ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો અટકી ગયો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર