મોરબીના કાંતિપુર ગામ પાસે સ્વીફ્ટ કારના ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાંતિપુર નજીક બાઈક લઈને જઈ રહેલા પ્રવિણભાઇ કલ્યાણજીભાઈ સુવારીયાને સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે-36-આર-0016 ના ચાલકે હડફેટે લેતા પ્રવિણભાઈને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર તેમજ ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે પ્રવિણભાઇના નાના ભાઈ નવતમભાઇ કલ્યાણજીભાઇ સુવારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
