મોરબીના કાલીકા પ્લોટમાં યુવક પર બે શખ્સોનો છરી, પાઈપ વડે હુમલો
મોરબી: મોરબી પરસોતમ ચોક સતવારા બોર્ડીંગ પાછળ કાલીકા પ્લોટમાં રહેતા યુવકને આરોપી સાથે ત્રણ મહિના પહેલા રહેણાંક મકાનની વચ્ચે દિવાલ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને છરી વડે તથા લોખંડના પાઇપ વડે ઈજા પહોંચાડતા ભોગ બનનાર યુવકે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી પરસોતમ ચોક સતવારા બોર્ડીંગ પાછળ કાલીકા પ્લોટ શેરી નં-૪મા રહેતા સંજય ઉર્ફે સલો પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ.૨૩) એ આરોપી સુરેશભાઈ સવજીભાઈ કોળી રહે. મોરબી પરસોતમ ચોક સતવારા બોર્ડીંગ પાછળ કાલીકા પ્લોટ શેરી નં-૪ તથા ટીનાભાઈ બાબુભાઈ કોળી રહે. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૯-૨૦૨૩ ના રોજ ઇજા પામનાર ફરીયાદીને આરોપી સુરેશભાઇ સાથે આજથી ત્રણ ચાર મહીના પહેલા બન્નેના રહેણાંક મકાનની વચ્ચે દિવાલ બનાવા બાબતે બોલાચાલી થયેલ તે બાબતનો ખાર રાખી આરોપી સુરેશભાઈ તથા ટીનાભાઈએ ગેરકાયદેસર અવરોધ ઉભો કરી ફરીયાદીને શેરીમા જાહેરમા રોકી આરોપી સુરેશભાઈએ તેના હાથમા રહેલ છરાના મુંઠનો ભાગ ફરીયાદીના માથાના ભાગે મારી ઇજા કરી તથા આરોપી ટીનાભાઈએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ ફરીયાદીના હાથમા મારતા ડાબા હાથના કાંડાના ભાગે ફેકચર કરી ફરીયાદી તથા સાહેદને જાહેરમા ભુંડી ગાળો આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સંજયએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.