મોરબીના કાલીકા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં બાવા અહેમદશાહ મસ્જીદ વાળી શેરીમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં બાવા અહેમદશાહ મસ્જીદ વાળી શેરીમાં રહેતા આરોપી સમીરભાઇ રફીકભાઈ પલેજો (ઉ.વ.૨૩) એ આરોપી યુવરાજસિંહ કૃષ્ણકુમારસિંહ ઝાલા રહે. પરસોત્તમચોક મોરબીવાળા પાસેથી વેચાણ કરવા અર્થે મેળવી પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ. ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સમીરભાઇ રફીકભાઈ પલેજો (ઉ.વ.૨૩) ને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ આરોપી યુવરાજસિંહ કૃષ્ણકુમારસિંહ ઝાલા રહે. પરસોત્તમચોક મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.