મોરબીના કાલિકા પ્લોટમાં જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીમા બારે માસ જુગારની મોસમ ખીલતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરબીના કાલિકા પ્લોટમાં શેરી નં -૦૫ મા જાહેર રોડ પર જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીનાકાલિકા પ્લોટમાં શેરી નં -૦૫ મા જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમો અસલમભાઇ અમીનભાઇ માજોઠી ઉ.વ.૨૫ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૫ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી, રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયા ઉ.વ.૨૦ રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક મેઇન રોડ, જસ્મીનબેન મોઇનભાઇ ચાનીયા ઉ.વ.૨૭ રહે.મોરબી કાલીકાપ્લોટ બાવા અહેમદશાહ મસ્જીદવાળી શેરી, અનિતાબેન જીતેશભાઇ ચંદુભાઇ ગોહેલ ઉ.વ.૨૫ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૫, બેનરજીબેન રીયાઝભાઇ ઇકબાલભાઇ જુણાચ ઉ.વ.૩૧ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૪, લક્ષ્મીબેન મનોજભાઇ પોપટભાઇ ગોહેલ જ ઉ.વ.૩૬ રહે.મોરબી વજેપર શેરીનં.૨૪ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.