મોરબીના જુના મકનસર ગામે બે પક્ષો વચ્ચે મારામારી થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના જુના મકનસર ગામે અગાઉ ઝઘડો થયેલ હોય જે બાબતેનો ખાર રાખી બે પક્ષો વચ્ચે માથાકુટ થતા બંને પક્ષોએ એકબીજા લોખંડના પાઇપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા સંગીતાબેન નીતીનભાઇ પરમાર (ઉ.વ.૨૭) એ આરોપી ચંદ્રેશભાઇ તથા ભાવેશભાઇ રહે. બંને રફાળેશ્વર ગામ તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રીના દસેક વાગ્યાના સમયે આરોપીઓએ અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ફરીયાદીના પતિ નીતીનભાઇને ડાબા પગમાં લોખંડનો પાઇપ વડે મુંઢમાર મારી ભુંડાબોલી ગાળો આપી હોવાની ભોગ બનનાર સંગીતાબેને બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બીજી તરફ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા ભાવેશભાઇ ગુલાબભાઈ મુછડીયા (ઉ.વ.૧૮) એ આરોપી નીતીની ઉર્ફે બેરો વાલજીભાઈ (ઉ.વ.૨૭) તથા પ્રકાશભાઇ વાલજીભાઈ પરમાર (ઉ.વ.૨૪) રહે. બંને જુનાં મકનસર તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૫-૨૦૨૩ ના રોજ રાત્રીના સવા અગીયારેક વાગ્યાના અરસામાં ફરીયાદી આરોપીઓને અગાઉ ઝગડો થયેલ હોય તે બાબતે સમજાવવા જતા આરોપી નીતીન પરમારએ ફરીયાદીને ડાબા પગના પંજા ઉપર કુહાડીનો એક ઘા મારી તથા આરોપી પ્રકાશએ ફરીયાદીને ગાળો બોલી માર મારવા દોડી અને સાહેદ કિશનના એકસેસ મોટરસાયકમા બંન્ને આરોપીઓએ નુકશાન કર્યું હોવાનું ભોગ બનનાર ભાવેશભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.