Tuesday, September 17, 2024

મોરબીના જુના ઘુટુ રોડ પર યુવકને માર મારી ત્રણ શખ્સોએ 26 હજારથી વધુની લુટ ચલાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જુના ઘુટુ રોડ સીમપોલો કારખાનાથી આગળ યુવકનું બાઈક રોકિ ઢીકાપાટુનો મુંઢમાર મારી ત્રણ શખ્સોએ રૂ. ૨૬,૨૦૦ ની લુટ ચલાવી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભુવનેશ્વરી પાર્ક સો – ઓરડી સામે જુના શોભેશ્વર રોડ પર રહેતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૪૪) એ આરોપી હરેશ, રવી અને અજયના ત્રણ માણસો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદી પોતાનુ મોટરસાયકલ લઇને જતા હતા ત્યારે આરોપી હરેશ નામનો માણસ પોતાને મોરબી આવવુ છે તેવુ કહીને ફરીયાદિના મોટરસાયકલમા બેસેલ બાદ પાછળથી રવી તથા અજય નામના બે આરોપી ઓએ આવી ફરીયાદીનુ મો.સા. ઉભુ રખાવી ફરીયાદિને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી બન્ને એ ફરીયાદિને પકડી રાખેલ અને આરોપી હરેશે ફરીયાદિના ખીસ્સામા રહેલ રોકડ રૂપીયા-૧૨૦૦/- તથા અન્ય કાગળો સાથેનુ પાકીટ તેમજ XIAOMI કંપની નોPOCO F1 મોડેલનો મોબાઇલ ફોન કી.રૂ-૫૦૦૦/- વાળુ કાઢી લઇ તથા ફરીનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર રજીસ્ટર નંબર GJ- 03 -HF- 6500 કી.રૂ-૨૦,૦૦૦/- વાળુ મળી કુલ-રૂપીયા-૨૬,૨૦૦/- ની લુટ કરી ચલાવી નાસી ગયા હતા જેથી ભોગ બનનાર હિતેન્દ્રસિંહે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૯૪,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર