મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાન નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાન નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા, મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા, સાહીલભાઈ સલીમભાઈ મોવર, ઈમરાનભાઈ દાઉદભાઈ કૈડા, અબ્દુલભાઈ મામદભાઈ જુણાચ રહે બધા મોરબીવાળા રોકડ રકમ રૂ.૯૦૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.