મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં શોર્ટ લાગતાં યુવકનુ મોત
મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સીરામીક કારખાનામાં કામ કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કિરીટભાઇ ભીમજીભાઇ સુવારીયા ઉ.વ.૩૬ વાળા ઝીલટોપ સીરામીક કારખાનામા વેલ્ડીંગ કામ કરતા હતા ત્યારે કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમા દાખલ કરેલ જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.