મોરબી: મોરબીની જુના આરટીઓ કચેરી નજીક આવેલ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વિનોદભાઇ નંદકિશોરભાઇ ચૌધરી ઉ.વ.૫૦ રહે.પુના (મહારાષ્ટ્ર) વાળા જુના RTO કચેરી પાસે આવેલ મચ્છુ નદીના પાણીમાં કોઇપણ કારણોસર ડુબી જતાં વિનોદભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

