મોરબીના જોધપર નદી ગામેથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી
મોરબી: મોરબી તાલુકાના જોધપર નદી ગામ હનુમાનજી મંદિર પાસે દીલીપભાઇ ગોરધનભાઈ દેસાઈના ખુલ્લા પ્લોટમાંથી ટ્રેક્ટરની ચોરી કરી જનાર ઈસમને મોરબી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી -૧ બોની પાર્ક સોસાયટી ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નં -૨૦૨મા રહેતા ગૌતમભાઈ વલમજીભાઈ રાજપરા (ઉ.વ.૩૫) એ આરોપી કોઈ અજાણ્ય ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૫-૧૨-૨૦૨૩ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાથી તા. ૧૬-૧૨-૨૦૨૩ ના સવારના સાતેક વાગ્યા વચ્ચેના સમય દરમ્યાન ફરીયાદીના પિતાજી વલમજીભાઇ ગોરધનભાઇ રાજપરાની માલીકીની ટ્રેક્ટરની ટ્રોલી નંબર-GJ-03-AY-1307 ચેસીસ નંબર-GAI-895/13 ની ૧૦૦ ફુટના માપની બે વ્હીલ વાળી દુધીયા રંગની ભારત ટ્રેલર લજાઇ લખેલી કીંમત રૂપીયા- ૧,૦૦,૦૦૦/-(એક લાખ રૂપીયા) વાળી દીલીપભાઇ ગોરધનભાઇ દેસાઇના ખુલ્લા પ્લોટમાંથી જાહેરમાંથી કોઇ ચોર ઇસમ પોતાના કોઇપણ પ્રકારના વાહન સાથે જોડી ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી અકલેશભાઈ બાબુભાઈ મછાર (ઉ.વ.૨૧) રહે. ભડીયાદ ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા સીલીકેટ નામના કારખાનાની ઓરડીમાં તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.