મોરબી: લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સયુક્ત ઉપક્રમે આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી) બી. એડ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા તથા પ્રશ્ર્નોતરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૦૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.