મોરબીના જીવાપર (ચ) ગામ ખાતે નવ દિવસ અખંડ શ્રી રામ ધુનનું આયોજન
મોરબી તાલુકાના જીવાપર (ચ) તથા કેશવનગર સમસ્ત દ્વારા નવ દિવસ અખંડ શ્રી રામ ધુનનુ આયોજન કરેલ છે જેનો પ્રારંભ તા. ૧૧-૦૧-૨૦૨૫ થી તા.૧૯-૦૧-૨૦૨૫ સુધી સવારે ૭:૦૦ થી સાંજના ૭:૦૦ સુધી જીવાપર (ચ) હનુમાન મઢી ખાતે રામ ધુનનુ આયોજન કરેલ છે. જેમાં વક્તા રામજી ભગત (નેસડાવાળા) ધુન ભજન ગાય શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે તેમજ બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેથી ધર્મપ્રેમી જનતાને ૯ દિવસ અખંડ શ્રી રામ ધુનમાં સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.