મોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનુ મોત
મોરબી: મોરબીના જેતપર રોડ ઉપર લોરેન્સ સિરામિક પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક પર પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે દાનાભાઈ સવાભાઈ મિયાત્રાની વાડીએ રહેતા ભીલસિંગ ભવાનસિંગ વસુનીયા (ઉ.વ.૨૦) એ આરોપી ટ્રક ટ્રેલર નં – RJ-52-GB-0031 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૫-૨૦૨૩ ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપી પોતાના હવાલા વાળી ટ્રક ટેલર રજીસ્ટર નંબર RJ-52- GB-0031 વાળી પૂર ઝડપે ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદી તથા તેના બહેનના સાસુ બુધીબેન તથા તેમનો દિકરો જીગ્નેશ ઉ.વ ૦૪ વાળા બજાજ કંપનીનુ પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-03- DF-7115 વાળુ લઇ જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી પાસે હોસ્પિટલથી દવા લઇ નાગડાવાસ જતા હતા ત્યારે ફરીયાદીના મોટરસાયકલને ટ્રક ટેલર રજીસ્ટર નંબર RJ-52-GB-0031 વાળાના ચાલકે ઓવર ટેક કરી કાવુ મારી ફરીયાદીના મોટરસાયકલને હડફેટ લઇ અકસ્માત કરી પાછળ બેઠલ બુધીબેન કમરથી નિચેના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી પોતાની ટ્રક ટેલર મુકી આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભીલસિંગભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ), તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.