મોરબીના જેતપર રોડ પરથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડયારી કેનાલ પાસે પાસેથી દેશી હાથ બનાવટી કટા (હથીયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ અપના બજાર પાસે પહોંચતા એક ઇસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા તુરત જ ઇસમની અંગઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી એક દેશી હાથ બનાવટનુ કટુ (હથિયાર) કિં રૂ.૧૦,૦૦૦ તેમજ જીવતો કાર્ટીસ નંગ-૦૧ કિ. રૂ. ૧૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અરૂણકુમાર રામશંકર નીશાદ ઉવ-ર૨ રહે. મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે દુકાન નંબર ૩૭ અપના બજાર જેતપર રોડ સાપર ગામની સીમ તા-જી મોરબી મુળગામ-બડીઆ દૌરાહટ બાંગર તા.ભોગની જી.કાનપુર યુ.પીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની તપાસ એ.એસ.આઇ સબળસિંહ વાઘુભા સોલંકી નાઓ ચલાવી રહેલ છે.