મોરબીના જેપુર ગામે પતરા પરથી નીચે પટકાતા યુવાનનું મોત
મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ કાવઠીયા સેરા ખાતે કામ કરતી વખતે પતરા પરથી નીચે પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દિરાનગર મહેન્દ્રનગરની બાજુમાં રહેતા મનુભાઇ કારૂભાઇ સરવૈયા કાવઠીયા સેરા ખાતે કામ કરતી વખતે પતરા ઉપરથી અકસ્માતે પડી જતા હોસ્પિટલમા સારવારમા આવતા દાખલ કરેલ હતા જેનુ ચાલુ સારવાર દરમ્યાન તા.૨૧/૦૫/૨૦ ૨૪ ના રોજ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.