Thursday, March 27, 2025

મોરબીના જેપુર નજીક સર્જાયેલ ત્રિપલ અકસ્માતમા એસટી ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નવલખી રોડ પર આવેલ જેપુર ગામ અને ત્રિમંદિર વચ્ચે બ્રાહ્મપુરી સોસાયટી સામે રોડ ઉપર એસટી બસ, કેરીયર બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર શેરી નં -૦૫ માં રહેતા અને હેલ્પર તરીકે મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા પરેશભાઈ દીનકરરાય ભટ્ટ (ઉ.વ.૫૦) એ આરોપી એસટી બસ રજીસ્ટર નંબર -જીજે-૧૮-ઝેડ-૭૬૩૮ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી એસ.ટી બસ રજીસ્ટર નં- GJ-18-Z-7638વાળી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીની કેરીયર બસ નંબર GJ-18-Y-8110 વાળીને ઠાઠાના ભાગે ભટકાળી અકસ્માત કરી ફરીયાદીની કેરીયર બસને તથા કારને તથા ટ્રકને નુકશાન પહોચાડી તેમજ ફરીયાદી તથા સાહેદોને ઇજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર