મોરબીના જેલ ચોકમાંથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી જેલ ચોકમાંથી ચોરવ મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ એકટીવા સાથે એક આરોપી જેલ ચોકથી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા એકટીવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનુ હોવાનુ જણાતા આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા (ઉ.વ.૬૦) રહે. કાલીકાપ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.