મોરબીના જસમતગઢ ગામે કારખાનામાં પાણીની કુંડીમા પડી ડૂબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે આવેલ સેનવીસ સીરામીક કારખાનામાં પાણીની કુંડીમા પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ચરણભાઇ શંભુભાઇ ઉ.વ.૩૮ રહે. જસમતગઢ ગામની સીમમા આવેલ સેનવીસ સીરામીકના લેબર ક્વાર્ટરમા તા.જી-મોરબી વાળા સેનવીસ સીરામીકમા પાણીની કુંડીમા પડી ડુબી જતાં ચરણભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.