મોરબીના જાંબુડીયા ગામની સીમમાંથી દેશી દારૂથી ભરેલ ઈકો કાર ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી ઇકો કાર મોરબી તાલુકા પોલીસે પકડી પાડી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટરે સર્વેલન્સ સ્ટાફ સાથે આજે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, લેટીગ્રેસ સિરામીક સામેથી ૪૦૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફટ કાર સહીત કિં.રૂ.૨,૦૮,૦૦૦/- મુદામાલ સાથે પકડી પાડી આરોપી પ્રવિણભાઇ દેવાભાઇ ઉઘરેજા ઉ.વ. ૨૮. તથા નવઘણભાઇ કરમશીભાઈ ઉઘરેજારહે. બંને ધારાડુંગરી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.