મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સંતોષ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ઉવ-૧૭ રહે જુના જાંબુડીયા તા.જી મોરબી વાળા જુના જાંબુડીયા ગામે તળાવમા નાહવા જતા ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
