મોરબીમાં અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે રેઇડ કરી બે અલગ અલગ જગ્યાએથી જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પોલીસ પેટ્રોલિંગ હોય તે પ્રથમ દરોડા મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં મનીષ કાંટા સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો ઇમરાનભાઇ વલીમહંમદભાઇ કટારીયા (ઉ.વ.૩૫) રહે. કુલીનગર કેશવનંદ બાપુના આશ્રમ વીશીપરા મોરબી તથા અલ્તાફભાઇ હુસેનભાઇ જીંગીયા (ઉવ-૨૪) રહે. વીશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
જ્યારે બીજા દરોડો મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિક પાછળ બાવળની કાંટમા તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રફીકભાઇ રહીમભાઇ માણેક (ઉવ-૨૨) રહે. વીશીપરા વિજયનગર મોરબી તથા ગણેશભાઇ પ્રવિણભાઇ ઇન્દરીયા (ઉવ-૨૪) રહે. વીશીપરા કેશવાનંદ બાપાના આશ્રમ સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.