Saturday, February 22, 2025

મોરબીના શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ, રેલ્વે સ્ટેશન રોડ મોરબી દ્વારા મોરબીના એતિહાસિક અને પૌરાણિક શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે આગામી રવિવારે શ્રી ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બુધવારે મહાશિવરાત્રી નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા તા. ૨૩ ને રવિવારે શ્રી ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ ખાતે તા. ૨૩ ને રવિવારે સાંજે ૭ કલાકે પ્રથમ મહાઆરતી બાદ શ્રી ભંડાર પ્રસાદ યોજાશે જેનો મોરબીના ધર્મપ્રેમી પરિવારોએ પ્રસાદનો લાભ લેવા મંદિરના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છેતે ઉપરાંત તા. ૨૬ ને બુધવારે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવમાં આવશે જેમાં બુધવારે સવારે ૫ કલાકે પ્રથમ સવારની પૂજા-આરતી, સવારે ૮ કલાકથી ભાંગ પ્રસાદ વિતરણ આખો દિવસ ચાલુ રહેશે બાદમાં સવારે દરકે મંદિરમાં ધજા આરોહણ, બપોરે ૪ : ૩૦ કલાકે શૃંગાર દર્શંન ખુલ્લા મુકવામાં આવશે સાંજે ૧૦૮ દીવડાની દીપમાલા સાથે મહાઆરતી, સાંજે ૭ : ૩૦ કલાકે ફરાળ પ્રસાદ વિતરણ, અને ચાર પહરની પૂજા/આરતી રાત્રે ૯ કલાકથી શરુ થશે અને સમગ્ર વિસ્તાર હર હર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર