મોરબીના ઇન્દિરાનગરમા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ સગીરનુ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો
મોરબી: મોરબીના શનાળા ગામે થોડા દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નવ ઈસમોએ એક જ પરીવાર પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં સગીરને ઈજા પહોંચતા તેને રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન સગીરનુ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા નજીક ઇન્દિરાનગરમા રહેતા બાબુભાઇ આંબભાઈ સોલંકીના પૌત્રોને અગાઉ પડોશમાં રહેતા આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા સાથે ઝઘડો થયો હોય જેથી પોતાના ઘેર સીસી ટીવી કેમેરા લગાવ્યા હતા જે આરોપીઓને સારું નહિ લાગતા મહિપત સહિતના નવ આરોપીઓએ ઘાતક હથિયાર ધારણ કરી બાબુભાઈના ઘરમા ઘુસી હુમલો કરી ઘરમાં રહેલું ટીવી તોડી નાખી બાબુભાઈના પત્ની દેવુબેન, પૌત્ર નીતિન મહેશ સોલંકી તેમજ રાહુલ મહેશ સોલંકી (ઉ.17)ને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા રાહુલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રાહુલે મહેશભાઈ સોલંકીનું રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. મૃતકના પરિવારની માંગ છે જ્યાં સુધી આરોપીની ધરપકડ નો થાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ અગાઉ આ બનાવ અંગે ઇન્દિરાનગરમા રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકીએ આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમજીભાઇ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાઘેલા તથા માનવ બચુભાઇ સોલંકી રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ વાળાઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.