મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલાયો; ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ
મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે થયેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
કરણસિંહ પુથ્વીસિંહ નાયક રહે.સુરોઠ ગામ તા.હેન્ડોન સીટી, જી.કરોલી (રાજસ્થાન) વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે પોતાના ભાઈ ઓમપ્રકાશ બનજારાના કોન્ટ્રાકટ હેઠળ મજુરી કામ કરતા ધર્મેન્દ્રસિંગ લક્ષ્મણસિંગ ઉવ-૩૨ રહે. મસેલ્યા તા.કીરાવલી જી.આગ્રા ઉતરપ્રદેશ વાળો કોઇ કામ અર્થે આઇકોલક્ષ કારખાનાની બહાર રસ્તા ઉપર ગયેલ હોય ત્યારે કોઇ અજાણ્યા માણસોએ કોઇ પણ કારણોસર મરણજનાર ધર્મેન્દ્રસિંગને શરીરના પેટ, છાતી, તથા પડખાના ભાગે ચાકુના ત્રણેક ધા મારી ગંભીર ઇજા પહોંચાડી ખુન કર્યા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
જેથી આરોપીને ઝડપી પાડવા મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ છે અને તેઓએ આ ગુનામાં ઉપયોગ કરેલ તે કાળા કલરનુ હિરો સ્પેલન્ડર મો.સા.નંબર -GJ-36-AK -6156 વાળુ લઇને હાલે તેઓ ત્રણેય જણા હરીપર કેરાળા ગામની સીમ વિસ્તારમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે કેમલ સીરામીકથી આગળ રોડ ઉપર હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્રણ આરોપી ઇસ્માઇલ સલેમાનભાઇ આમદભાઇ સખાયા ઉવ-૨૦, અવેશ સુભાનભાઇ હુસેનભાઇ મોવર ઉવ-૧૯, સાહિલ અબ્દુલભાઇ ગુલમાંમદભાઇ મોવર ઉવ-૧૯ રહે. ત્રણે માળીયા વાડા વિસ્તાર વાડાને ઝડપી પુછપરછ કરતા ખુનના ગુનાને તેમને અંજામ આપેલ હોવાનું કબુલતા ત્રણે આરોપીઓને મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/-, હીરો સ્પેલન્ડર મો.સા. રજી.નં. GJ-36 -AK -6156 કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં રૂ. ૩૫,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી પાડી ખુનનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તરફ સોપવામાં આવેલ છે.