Friday, September 20, 2024

મોરબીના હળવદની મેરૂપર શાળાની બાળા રાજ્યપાલના હસ્તે સન્માનિત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનો પુરસ્કાર ક્રિષ્ના ભાડજાએ પ્રાપ્ત કર્યો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વાર્ષિક સત્રાંત પરીક્ષાના આધારે ધોરણ ૫ અને ૭ માં ગુજરાતી , ગwણિત અને વિજ્ઞાન ટેકનોલોજી ત્રણેય વિષયમા ૭૫ % થી વધારે ગૂણ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામા આવે છે.૭૫ % થી વધુ ગૂણ મેળવનાર પૈકી ટોપ 5 વિદ્યાર્થીઓને પસંદ કરી ૫ સપ્ટેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમા સન્માનિત કરવામા આવે છે.વર્ષ ૨૦૨૨ મા એપ્રિલ માસમા લેવાયેલ સત્રાંત કસોટીમા મેરુપર પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની ક્રિષ્ના ઘનશ્યામભાઇ ભાડજા ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયમાં કુલ ગુણ ૨૪૦ માથી ૨૩૮ ગુણ મેળવી પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી થતા પ સપ્ટેમ્બરના રોજ રાજયના મહામહિમ રાજ્યપાલ , મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માનિત થયેલ છે.

સમગ્ર મોરબી જિલ્લામાથી પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદ થતાં મોરબી જિલ્લા તથા મેરુપર પે સેન્ટર શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય,બી.આર.સી.સી. સી.આર.સી.સી તથા સરપંચ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સહિતનાએ કિષ્ના ભાડજાને અભિનંદન પાઠવેલ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર