મોરબીના ગ્રીન ચોકમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત
મોરબી: મોરબીના ગ્રીન ચોકમાં માનસિક તકલીફથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોકમાં સુથારી શેરી મામાદેવના મંદિરની પાસે રહેતા ઘનશ્યામભાઈ દામજીભાઈ છનીયારા ઉ.વ.૫૩ વાળાને છેલ્લા એક વર્ષથી ફેફસાની બીમારી હોય તેમજ મોતીયાનુ ઓપરેશન કરાવેલ હોય જેના કારણે માનસિક તકલીફ રહેતી હોય જેથી કંટાળીને પોતાની જાતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતાં ઘનશ્યામભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.