મોરબીના ગ્રીન ચોકમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
મોરબી શહેરના ગ્રીન ચોકમાં માધવરાયજી મંદિર પાછળ કડીયાશેરીમા તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ગ્રીન ચોકમાં માધવરાયજી મંદિર પાછળ કડીયાશેરીમા તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો પ્રકાશભાઇ ચંદુભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૫૬) રહે.મરબી સુથાર શેરી ગ્રીનચોક, દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૫) રહે.મોરબી ઇદમસ્જીદરોડ ઘાંચીશેરી, વનરાજસિંહ બાલુભા જાડેજા (ઉ.વ.૪૫) રહે. પખાલી શેરી ગ્રીનચોક મોરબી, પ્રફુલભાઇ ભીખાભાઇ રાવ (ઉ.વ.૫૫) રહે.મોરબી અશોકલયના ઢાળપાસે હોન્ડાના શો રૂમની પાછળ, પ્રવીણભાઇ ઝવેરચંદભાઇ મહેતા (ઉ.વ.૬૬) રહે. મોરબી ગ્રીનચોક દફતરી શેરી, નાનજીભાઇ ભગવાનજીભાઇ ગાંગાણી (ઉ.વ.૬૩( રહે.મ કડીયાશેરી માધવરાયજી મંદીર પાછળ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.