મોરબીના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ ; ખેડુતની પાઈપ લાઈન તોડી નાખતા જુવારના પાકને થયુ નુકસાન
મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કોઈ ના પણ કહ્યામાં ન હોય અને કાનુને ખીચામા રાખી ફરતા હોય તેવું લાગી રહ્યું છે. ગોર ખીજડીયા ગામે મચ્છુ -૩ ડેમમાં નાખેલ ખેડુતની પાણીની પાઈપલાઈન તોડી નાખતા જુવારના પાકને નુકસાન થયાની ભોગ બનનાર ખેડૂતે ખનીજ માફીયાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતા પ્રકાશભાઇ ત્રિભોવનભાઈ ગોરીયાએ આરોપી કાનજીભાઇ ભુપતભાઇ ભરવાડ રહે. મોરબી તથા નારાણભાઈ દેવરાજભાઈ રહે. ગોર ખીજડીયા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરી છે કે પ્રકાશભાઇની ગોર ખીજડીયા ગામની સીમમાં ૧૫ વિઘા જમીન આવેલ છે તે જમીનમાં પીત માટે મચ્છુ -૩ ડેમમાં પાણીની પ્લાસ્ટિકની પાઈપલાઈન નાખેલ છે ત્યાંથી ફરીયાદિની વાડીમાં પાણી આવે છે તે પાઈપલાઈનની મંજૂરી મેળવી પાણીના રૂપીયા એટીકેશન ઓફિસે ભરીયે છે જે પાણીની પાઈપલાઈન પ્રકાશભાઇએ નાખેલ છે તે ખનીજ માફીયાઓએ ખાડાઓ કરી ૧૦ ફુટ તોડી નાખેલ છે જેથી ફરીયાદીએ ખેતરમાં વાવેલ જુવારના પાકને પાણી ન મળતાં જુવારનો પાક ફેઈલ જતા પાકને નુકસાન થયેલ છે જેથી આ અંગે ખનીજ માફીયાઓને કહેવા જતા ખનીજ માફીયાઓએ પ્રકાશભાઇને જેમ ફાવે તેમ ગાળો આપી તારે જ્યાં જવું હોય ત્યાં જા કોઈ અમને કાઈ કરી લેશે નહીં અને અમે રેતી ભરવાના જ છી તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનનાર પ્રકાશભાઇએ ખનીજ માફીયાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરી છે.