મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શાળા પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને ગોર ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રવીભાઈ હુંબલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અશોકભાઈ દેસાઈ (મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ), પરેશ ભાઈ રૂપાલા (તાલુકા પંચાયત સદસ્ય નાની વાવડી), સાગર ભાઈ સદાતીયા ( મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ) તથા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઇ મોરડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીની સેવાયાત્રા નાની નાની ખુશીઓ ભેગી કરીને આગળ વધી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. આ પ્રયાસ અંતર્ગત મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ફરી એકવખત બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ કરીને સમાજ માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યુ હતુ.
મોરબીમાં કાર્યરત વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ...
મોરબી શહેરમાં બુટલેગરો એટલા સધ્ધર થય ગયા છે કે હવે કારમા વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ પર ન્યુ એરા સ્કુલ પાસેથી બલેનો કારમાથી વિદેશી દારૂના ૯૬ ચપલા સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...
ટંકારાના સાવડી થી ઓટાળા ગામની વચ્ચે એસ્સાર પેટ્રોલ પંપ સામે રોડ પર કારે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં શીવલાલભાઈ ગોસરાની વાડીએ ઓરડીમાં...