મોરબીના ગોર ખીજડીયા ગામે કારખાનામાંથી કેબલની ચોરી કરનાર પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકા ગોર ખીજડીયા ગામે યારા ડેકોરેટીવ કારખાનામાંથી કોપર કેબલ વાયરની ચોરી કરી જનાર પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર વજ્ર વાટીકા સોસાયટી બ્લોક નં -૨૦ માં રહેતા હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચીખલીયા (ઉ.વ.૩૧)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદીના યારા ડેકોરેટીવ કારખાનામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ કરાખાનમા પડેલ ઈલેક્ટ્રીક કોપર કેબલ નું ફીંડલુ જેનો વજન ૧૦૦ કીલો કિં રૂ. ૨૫,૦૦૦ વાળુ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે તપાસ કરી મોરબીના ગોર ખીજડીયા ગામે યારા ડેકોરેટીવ કારખાનામાંથી કોપર કેબલની ચોરી કરનાર આરોપી જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર ઉ.વ.૩૭ રહે- એલ.ઇ.કોલેજ રોડ ફુટ્ટ પાથ ઉપર મોરબી-૦૧ મુળ રહે-મયારી તા.કુતીયાણ જી.પોરબંદર, વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર ઉ.વ.૨૩ રહે-હાલે ત્રાજપર ખારી,તા.જી.મોરબી મુળ રહે. એમ.પી. તથા અમજદભાઇ ફકીરમહંમદભાઇ ઉવ-૩૫ રહે. પાડાપુલ નીચે નદી માં મોરબી મુળ રહે. એમ.પી, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા ઉવ-૩૨ રહે. પાડાપુલ નીચે નદીમાં મોરબી મુળ રહે. એમ.પી તથા વિરેનભાઇ વિજયભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે-નટરાજ ફાટક ઝુપડ્ડામાં મોરબી મુળ રહે- મધ્યપ્રદેશવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.