મોરબીના ઘુટુ ગામની સીમમાં લખધીરપુર રોડ પરથી બાઈક ચોરાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં લખધીરપુર રોડ પર આવેલ મજની ટાઇલ્સ સીરામીક કારખાના ગલેઝ વિભાગ બહારથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ સમર્પણ એપાર્ટમેન્ટ બ્લોક નં -૦૨મા રહેતા તરૂણકુમાર ધીરજલાલ કોરડીયા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૫-૨૦૨૪ થી ૨૧-૦૫-૨૦૨૪ સુધીમાં ફરીયાદીનુ YAMAHA R15 મોડેલનુ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એકે-૬૧૩૯ જેની કિંમત રૂ. ૧,૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો જેથી ભોગ બનનાર તરૂણકુમાર એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.