મોરબીના ઘુંટુ ગામે ફેમ સીરામીક કારખાના તરફ જતા રોડ પર ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત
મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં લખધીરપુર રોડ પરથી ફેમ સીરામીકના કારખાના તરફ જતા સી.સી.રોડ ઉપર અજાણ્યા ટ્રકે ચાલકે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ રહે. લખધીરપુર રોડ સાવીયો સીરામીકના કારખાનામાં ઘુંટુ ગામની સીમમાં રહેતા ઉપેન્દ્રભાઈ સુરેશભાઈ બાસકોર (ઉ.વ.૨૮)એ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૪-૨૦૪ ના રોજ અજાણ્યા ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક લખધીરપુર રોડ ઉપરથી ફેમ સીરામીકના કારખાનાના તરફ જતા સી.સી.રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે રાતના ચલાવી આવી એક વ્યક્તિને હડફેટે લઇ એકસીડન્ટ કરી શરીરના ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોચાડી રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજાવી એકસીડન્ટ થયા અંગે નજીકના પોસ્ટેમા જાણ નહી કરી પોતાના હવાલા વાળુ ટ્રક લઇ સ્થળ ઉપરથી નાશી ગયો હતો. આ બનાવ અંગે ઉપેન્દ્રભાઈએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.