મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળથી ઈંગ્લીશ દારૂની ૧૦૯ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં બે ઇસમો ઇંગ્લીશ દારૂની બોટલો સગેવગે કરતો હોવાની ખાનગી બાતમીના આધારે જઇ રેઇડ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૯ કિં.રૂ.૩૨૯૧૫/- ના મુદ્દામાલ સાથે બે ઈસમો પીરાભાઈ જોધાભાઇ બોહરીયા ઉ.વ.૩૬ રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે-રાપર, પાવર હાઉસ વિસ્તાર,તા.રાપર જી.મોરબી તથા ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી ઉ.વ.૩૩ રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મુળ રહે-ખીરઇ તા.માળીયા (મિ) વાળાને ઝડપી પાડી બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.