મોરબીના ઘુંટુ ગામના હેતલબેન સાણજા C.A ની પરીક્ષા પ્રથમ પ્રયાસે ઉતીર્ણ
મોરબી: મોરબીના ઘુંટુ ગામના વતની હેતલબેન ખોડાભાઇ સાંણજાએ કઠિન ગણાતી ચાર્ટડ એકાઉન્ટટ (C.A)ની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી.
ભારે મહેનત અને ગાણિતિક જ્ઞાન માગી લેતી CAની પરીક્ષા પાસ કરવી કઠિન હોય છે. પરંતુ મોરબી તાલુકાના ઘુંટુ ગામની વતની હેતલબેન ખોડાભાઇ સાંણજાએ ચાર્ટડ એકાઉન્ટટ (C.A) ની પરીક્ષા પોતાની જાત મહેનત અને વડીલોના સહકારથી તેમજ નવયુગ કોમર્સ ક્લાસીસના સહયોગ સાથે ચાર્ટડ એકાઉન્ટટ (C.A) ની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી સાંણજા અને સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે જે બદલ સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.