મોરબીના ઘુંટુ ગામે સિ.એન.જી. રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો ; આરોપી ફરાર
મોરબી: મોરબીના ઘુંટુ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર હરીઓમ પાર્ક સોસાયટી સામેથી સિ.એન.જી. રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ઘુંટુ ગામની સીમમાં મોરબી હળવદ રોડ પર હરીઓમ પાર્ક સોસાયટી સામે બ સી.એન.જી. ઓટોરીક્ષા રજીસ્ટર નં. GJ-36-U-9127 વાળીમાંથી ઈગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ કિં.રૂ. ૧૮,૪૮૦/- તથા બિયર ટીન નંગ-૧૦ કિ.રૂ.૧૦૦૦/- નો મળી કુલ કિ.રૂ.૧૯૪૮૦/ -મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે ભરી નીકળી ફૂલ કિં.રૂ.૯૯, ૪૮૦/-નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે જપ્ત કરી આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છુટતા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.