મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટીની પાછળ બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટીની પાછળ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૨૪૬૯૬ ના મુદ્દામાલ સાથે આરોપી આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરીયા (ઉ.વ.૩૭) રહે. ઘુંટુ ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટી તા. મોરબી મુળ રહે. રાપર ગામ જી. કચ્છવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.